
ફ્રિડમ વેલી સ્કૂલમાં ત્રિદિવસીય રમતોત્સવનું ભવ્ય આયોજન બારડોલીના ઉમરાખ ગામમાં આવેલી ફ્રિડમ વેલી સ્કૂલમાં સતત બીજા વર્ષે ત્રિદિવસીય રમતોત્સવનું વિશાળમેદાનમાં આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક નિયમાનુસાર મસાલ પ્રગટાવી કરવામાં આવ્યું હતું.


જેમાં દોડ, કૂદ અને ફેક તથા ટીમ ગેમ તદ ઉપરાંત કરાટે, સ્કેટિંગ અને ડાન્સમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહમાં અને સમાપન સમારોહમાં મસાલ પ્રગટાવીને શાળાનાં ટ્રસ્ટીશ્રી સુરેશ પટેલ તથા શાળાનાં આચાર્ય શ્રી પંકજ શર્માએ સ્પર્ધકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. તેમજ શાળાનાં વ્યાયામ શિક્ષક શ્રી માલવ શાહ અને દિલીપ રાઠોડ તેમજ સર્વે શિક્ષકોએ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી.
