
- સુરત શહેર, ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક બ્રીગેડ માનદ સેવકો તેમજ તેઓનાં પરીવારની વેલ્ફેરની કામગીરી
માટે સુરત શહેરના પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક શાખાનાં ઉપરી અધિકારીશ્રીઓ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ હંમેશા સંવેદનાં રાખતા હોય છે. સુરત શહેર ટ્રાફિક પોલીસની સાથે મદદમાં રહી ટ્રાફિક બ્રીગેડ માનદ સેવક તરીકે છેલ્લા ૦૬-વર્ષથી ટ્રાફિક, રીજીયન-૧ માં ફરજ બજાવતા શ્રી વીપુલભાઇ મહેન્દ્રભાઇ ભાભોર નાઓનું ગત તા.૧૮/૦૯/૨૦૨૪ નાં રોજ દુ:ખદ અવસાન થયેલ.
મર્હુમ શ્રી વીપુલભાઇ મહેન્દ્રભાઇ ભાભોરનાં પરીવારમાં તેઓનાં માતાશ્રી અને એક-ભાઇ છે, જ્યારે તેઓનાં પિતાશ્રી પણ હયાત નથી. જેથી તેઓનાં પરીવારને ભવિષ્યમાં નબળી આર્થિક પરીસ્થીતીને કારણે કોઇ વિપદા ન પડે તે સારૂ આજરોજ તા.૧૭/૧૨/૨૦૨૪ નાં રોજ શ્રી વીપુલભાઇ મહેન્દ્રભાઇ ભાભોરનાં માતાશ્રી સરલાબેન ભાભોર નાઓને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકત્ર કરવામાં આવેલ રૂ. ૭,૦૦,૦૦૦/- નો ચેક માન. પોલીસ કમિશ્નરશ્રીનાં હસ્તે અર્પણ કરવામાં આવેલ છે.


