Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની રજત જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

બારડોલી જનતા ક્રેડિટ સોસાયટીની રજત જયંતી ઉજવાશે

બારડોલી : બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની રજત જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે 15-12-2024, રવિવારના રોજ બપોરે 2 કલાકે બારડોલી કોલેજ મેદાન ખાતે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇ, સહકારી અગ્રણી ઘનશ્યામ અમિન, ભીખાભાઇ પટેલ , બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જનતા ક્રેડિટ સોસાયટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પ્રમુખ નિરંજન માનાજી મિસ્ત્રીએ સભાસદોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. સંસ્થાના 7579 સભાસદોને સરકારમાંથી વિશેષ પરવાનગી લઈ રૂ. 2 હજારની આકર્ષક ગિફ્ટ આપવામાં આવી રહી છે. 6 ગિફ્ટમાંથી કોઈ પણ એક ગિફ્ટ પસંદ કારણો વિકલ્પ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement