
– ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ ૨૦૨૪ -૨૫ અંતર્ગત મંડળ પ્રમુખ બનવા માટે સુરત જિલ્લામાં અનેરો ઉત્સાહ.


– જિલ્લાના 13 મંડળ માંથી 115 ઉમેદવારી પત્ર ભરાયાં.
સંગઠન પર્વ ૨૦૨૪ -૨૫ માટે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “શ્રી કમલમ” બારડોલી ખાતે ચૂંટણી અધિકારી શ્રી જીવરાજભાઈ, સહાયક ડો શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારીશ્રી કેતનભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ ની ઉપસ્થિત મા સુરત જિલ્લા ના તમામ 13 મંડળના પ્રમુખ પદ માટે 115 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી.જેમાં
કામરેજ તાલુકા -07,બારડોલી નગર -11,બારડોલી તાલુકા -05, પલસાણા તાલુકા -07, માંડવી નગર – 07, માંડવી તાલુકા -11, મહુવા તાલુકા -15, માંગરોળ તાલુકા- 09, તરસાડી નગર –
16, ચોર્યાસી તાલુકા -06, ઓલપાડ તાલુકા -04, ઉમરપાડા તાલુકા -13, કડોદરા નગર -05, મળી કુલ. 115 ઉમેદવારી પત્ર ભરાયાં હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ,મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક,રાજેશભાઈ પટેલ,કિશનભાઇ પટેલ, તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
