Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :સરદાર નગરી બારડોલીમાં શિયાળુ વ્યંજન પોંક ના ભાવ આસમાને પહોંચ્યા

સરદાર નગરી બારડોલીમાં શિયાળુ વ્યંજન પોંક ના ભાવ આસમાને પહોંચ્યા

( બારડોલીમાં મળતું વલસાડી ઉબાડીયું એનઆરઆઈ નાગરિકોની પસંદ બન્યું )

શિયાળાના આગમન સાથે સ્વાદ રસિકોને લોભાવતા વ્યંજન પોંક નું બજાર બારડોલીમાં શરૂ થઈ ગયું છે. સુરત શહેર બાદ ગત વર્ષોમાં બારડોલીમાં પણ પોંક બજાર વીકસ્યું છે.

શિયાળાની ઋતુનો મનગમતો વાની નો પોંક બારડોલી પ્રદેશ સહિત આસપાસના વિસ્તારોના રહીશો અને વિશેષ કરીને માદરે વતન પધારતા એન આર આઈ નાગરિકો માટે અત્યંત પ્રિય નાસ્તો બની રહેતા બારડોલીના ધુલિયા ચાર રસ્તા નજીક કુમળી જુવાર ના પોંક નું મોટું બજાર વિકસ્યું છે. આ વર્ષે એન આર આઈ પરિવારો પણ મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશમાં આવ્યા છે. પરંતુ કાચા માલની અછતના કારણે પોક ના ભાવ રૂ.૮૦૦ પ્રતિ કિલો રહેતા શોખીનો ના સ્વાદ મોળા પડ્યા છે. પોંક સાથે ખવાતી વિવિધ સેવ ના ભાવો પણ રૂ.૪૦૦ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ગત વરસોની સરખામણીમાં આ વર્ષે કિલો દીઠ રૂ.૩૦૦ ના ભાવ વધારા માટે આ વર્ષે જૂની કિકવાડ, ભાટલાવ વિસ્તારોમાં જુવાર નો પાક નહિવત જણાતા કાચા માલની ભારે અછત ના કારણે ભાવ વધવા પામ્યા હોવાનું જણાયું છે. પોંક ઉત્પાદકો ના જણાવ્યા પ્રમાણે ઋતુચક્ર માં ફેરફાર ના કારણે જુવારના પાકનો ઉતાર ઘણો ઓછો છે. પોંકની સીઝન માર્ચ મહિના સુધી ચાલુ રહેશે છતાં પણ કાચા માલની અછત ના કારણે અઠવાડિયાના અમુક દિવસો દરમિયાન પોંક બજાર બંધ રહેવાની શક્યતા જણાઈ રહી છે. બીજી તરફ બારડોલીમાં હવે વલસાડનું પ્રસિદ્ધ ઉબાડિયું પણ મળતું થયું છે. માટીના માટલામાં રતાળુ બટાકા પાપડી વગેરે વિવિધ મસાલાઓ સાથે ભેળવી ઉપર કલાર ના છોડ થી ઢાંકી દેશી પદ્ધતિથી તૈયાર થતું માટલા ઉબાડીયું બારડોલીમાં રું.૩૦૦ પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યું છે. કુદરતી કારણોસર ભાવ વધારો હોવા છતાં બારડોલી પ્રદેશમાં લોકો પોંક અને ઉબાડીયા ની લિજ્જત માણવા ઉમટી રહ્યા છે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement