
ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )


રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની ઓફિસે સરપ્રાઈઝ વિઝીટ….?
સ્વર્ણિમ સંકુલના બીજા માળે અચાનક મુખ્યમંત્રી પહોંચતા સંકુલનો સ્ટાફ તથા કુવરજીભાઈના સ્ટાફમાં કુતુહલ સાથે દોડધામ મચી ગઈ:ચા પાણી નાસ્તો કરી મુખ્યમંત્રીએ કુંવરજીભાઈ સાથે સામાન્ય ચર્ચા કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે સાંજે ઓચિંતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઓફિસે પહોંચતા થોડીવાર માટે કુતુહલ સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
રાજ્યમાં આવેલ સરકારી કચેરીઓમાં અને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મંત્રીશ્રીઓની ઓફિસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સરપ્રાઈઝ ચેકિંગ કે વિઝીટ લેતા હોય છે ગઈકાલે લાંબા સમય બાદ સામાન્ય મુલાકાતઓ માટેના પ્રવેશ દ્વારથી જઈ બીજા માળે આવેલ કુંવરજીભાઈની ઓફિસે પહોંચતા સચિવાલયમાં આ મુલાકાતે ભારે ચર્ચા જગાવી હતી.
પોતાના સિક્યુરિટી સ્ટાફને અગાઉથી ન જણાવી છેલ્લા સમયે સી.એમ.ના સિક્યુરિટી અધિકારીઓને કહી સીધા જ કુંવરજીભાઈની ઓફિસે પહોંચી ગયા હતા.
આ દરમિયાન બીજા માળે મંત્રીની ઓફિસની બહાર બેઠેલા મુલાકાતઓ કુંવરજીભાઇનો ઓફિસ નો સ્ટાફ શતબ્ઘ થઈ ગયા હતા.
મુખ્યમંત્રી સીધા જ કુંવરજીભાઈની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા એ જોઈ ક્ષણભર કુંવરજીભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા બાદમાં કુવરજીભાઈની ચેમ્બરમાં બેઠેલા મુલાકાતીઓને થોડીવાર બહાર જવા કહેવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી અને કુવરજીભાઈ વચ્ચે 15 મિનિટ ચા પાણી અને નાસ્તો કરતા કરતા રૂટિન ચર્ચાઓ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે હજુ આઠ દિવસ પહેલા મુખ્યમંત્રીએ સ્વર્ણિમ સંકુલ એકમાં ચાલતા રીનોવેશનના કામમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરી જરૂરી સુચનાઓ આપી હતી.
પોતાની ઓફિસમાં અચાનક મુલાકાત અંગે કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગઈ કાલે સાંજે અચાનક મારી ચેમ્બરમાં આવતા મને પણ આશ્ચર્ય થયું હતું પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચાય પે ચર્ચા કરી નીકળી ગયા હતા તેમની આ સરર્પ્રાઇઝ વિઝિટ રૂટીન હતી.
