
સુરતમાં વ્યાજવટાવમાં જમા કરાયેલા વાહનોને શોધી કાઢવા માટે ડ્રોન ટેકનોલોજીનો પ્રથમ પ્રયાસ સફળ : અનુપમસિંહ ગેહલોત


સુરતમાં વ્યાજવટાવમાં જમા કરાયેલા વાહનોને શોધવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરાયેલા આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમવાર નવીન ટેક્નોલોજી ડ્રોનનો ઉપયોગ કરીને સફળ કામગીરી હાથ ધરી છે. મહિધરપુરા વિસ્તારમાં રહેતા વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તુફા શેખ દ્વારા વ્યાજવટાવમાં જમા કરાયેલા 2 ફોરવ્હીલ ગાડી અને 4 ટુ વ્હીલર વાહનોને ડ્રોનની મદદથી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા તેમાટે મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચના ડી સી પી ભાવેશ રોજીયા સહીત અઘીકારીઓનો આખો કાફલો રાજમાર્ગ પર દેખાયો હતો જેના લઈને સ્થનિક લોકો માં કુતુહર્લ સર્જાયું હતું
સુરતના મહિધરપુરા ના વ્યાજખોરને મહેસાણાના ઉનાવાથી ઝડપી પાડ્યો ….,
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામ ઇસ્માયલ શેખ નામના વ્યક્તિને વ્યાજના ત્રાસથી આપઘાત કરવા દુષ્પ્રેરિત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી નાસતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે ટીમે આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો …..
સુરતના ડ્રોન ટેક્નોલોજીની અસરકારકતા સાબિત થઇ …..
આ કેસની તપાસ દરમિયાન, આરોપી સાબિર શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે વ્યાજવટાવમાં લીધેલા વાહનો સુરતના દિલ્હી ગેટ પાસે કુબેરજી માર્કેટ વિસ્તારમાં સંતાડી રાખ્યા હોવાની કબૂલાત પગલે આ વાહનોનું સ્થળ સ્પષ્ટ કરવું ઘણું મુશ્કેલ હતું આ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના ડી સી પી ભાવેશ રોજીયા એ ટેક્નોલોજીની મદદ થી ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. આવી ખાસ કામગીરીમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સમગ્ર વિસ્તારનું સત્તાવાર રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને ફોરવ્હીલ તથા ટુ વ્હીલર વાહનો શોધવામાં આવ્યા હતાં. રાત્રિ દરમિયાન ડ્રોન ટેક્નોલોજીની મદદથી શોધવામાં આવેલા તમામ વાહનો કાયદેસરની કાર્યવાહી બાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીનો પહેલો સફળ પ્રયાસ …….
આ પહેલીવાર છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચ ના અધીકારીઓ એ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસમાં સફળતા મેળવી છે. આ અભિગમ એ દર્શાવે છે કે આધુનિક સાધનોનો ઉપયોગ ગુનાખોરીને વધુ સારી રીતે ડિટેક્ટ અને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ પ્રકરણ માં આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે હવે ટેક્નોલોજી આધારિત તપાસને આગળ ધપાવવાની યોજના બનાવી રહ્યં છે આગામી સમયે ડ્રોન ટેક્નોલોજીનો ઉપીયોગ થી મહત્વની તપાસ શરૂ કરે તો નવાઈ નહિ ……
