
બારડોલી સુગર ફેક્ટરીમાં શેરડી પીલણ સિઝન શરૂ કરવામાં આવી, ધાર્મિક વિધિ સાથે શરૂઆત કરાઈ હતી.


આજ રોજ બોઈલર પ્રજ્વલિત કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લા ની બારડોલી સુગર ફેક્ટરી ખાતે પણ સુગર ફેક્ટરી ના ઉપ પ્રમુખ ભાવેશ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સંચાલકોની ઉપસ્થિતિમાં બોઇલર પ્રજ્વલિત બાદ આજે સવાર થી પિલાણ ની શરૂઆત કરવામાં આવી હતી. આજે સુગર ખાતે પીલાણ શરૂ કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વરસાદી માહોલને કારણે દિવાળી પહેલા શરૂ થતી શુગર ફેકટરી 2024 નાં વર્ષમાં દિવાળી બાદ શરૂ કરાઇ છે. નવા વર્ષની પીલાણ સિઝન માં બારડોલી સુગર માં 50 હજાર એકર રોપાણ શેરડી સંસ્થાના દફતરે નોંધ થયેલ છે. જેથી ચાલુ પિલાણ સિઝન દરમ્યાન 15 લાખ મેટ્રિક ટન શેરડી પીલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અને એ લક્ષ્યાંક પાર પાડવા માટે નવી પીલાંણ સીઝન ની શરૂઆત કરવામાં આવી છે. અંતે સભાસદો, સંચાલકો અને કામદાર/કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં એકબીજાના પુરક હોય, જેથી તમામે સાથ-સહકારના સંયમથી એકબીજાના સહભાગી થઈ સદર લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
