
તાપી બ્યુરો


તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચિરાગ પટેલ, હેલ્થ સુપરવાઈઝર શ્રી અનિલભાઈ, શાળાના આચાર્ય શ્રી તૃપ્તિબેન સોલંકી તથા વાલોડ તાલુકાના PHC કલમકુઈ આરોગ્યના કર્મચારી MPHWશ્રી ધર્મેશભાઈ વગેરે તજજ્ઞોએ શાળાના વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત શાળા અંતર્ગત માહિતી આપી હતી.
યુવાઓ/બાળકોને તમાકુના વ્યસન તરફ જતા અટકાવવા તેમજ વિદ્યાર્થીઓનાં પરિવારનાં સભ્યોમાં તમાકુ વ્યસન અટકાવવા માટે “તમાકુ મુક્ત શાળા” , “તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩” બાબતે જાગૃતિ આવે એ હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 60 દિવસના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે મુહિમ ચલાવવામાં આવી રહી છે. તમાકુ નિષેધ વિષયક ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને શાળાનાં વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
…….
