
બારડોલી સુગર ની ૬૯ મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ


સહકારી ક્ષેત્ર ની એશિયા ખંડમાં સૌથી મોટી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી, બારડોલી ની ૬૯ મી વાર્ષિક સામાન્ય સભા બારડોલીના કેદારેશ્વર મંદિર સભાગૃહ મુકામે યોજાઈ હતી.
સહકારી અગ્રણી ભીખા ઝવેર પટેલ, ની પ્રતિભા સભર ઉપસ્થિતિ તથા બારડોલી સુગરના ઉપપ્રમુખ તથા યુવા સહકારી અને રાજકીય અગ્રણી ભાવેશ પટેલ ના અધ્યક્ષ પદે ૫૬૯૭ સભાસદો ને સંબોધતા આયોજિત સભામાં હરીત ક્રાંતિના પિતાસ્વ. એમ.એસ સ્વામિનાથન તથા માજી ડિરેક્ટરો, સામાજિક અગ્રણીઓ અને આકસ્મિત મૃત્યુ પામેલા તમામ નામી અનામી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંગઠન, સેવા અને સહકાર સાથે વિકાસને વરેલી સંસ્થાની પ્રગતિ બિરદાવતા નેશનલ ફેડરેશન ઓફ કો.ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા બારડોલી સુગરને એનાયત કરાયેલા એફિશિયનસી એવોર્ડ ફોર ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ઇન હાઈ રિકવરી એરીયા નો પ્રથમ એવોર્ડ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર હેમ પ્રકાશસિંહ ને પ્રાપ્ત થયેલા બેસ્ટ મેનેજિંગ ડિરેક્ટર ઇન સુગર મીલ એવોર્ડ તથા ડેક્કન સુગર ટેકનોલોજીસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાપ્ત થયેલા બેસ્ટ સુગર ફેક્ટરી એવોર્ડ બદલ સભાસદના વિશ્વાસ અને સહકારની ભાવના ને બિરદાવી અભિનંદન અપાયા હતા. સભાના અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરતા ઉપપ્રમુખ ભાવેશ પટેલે ખાંડ ઉદ્યોગની સ્થિતિ ની સમીક્ષા કરતા પુરવઠો, માંગ અને સરકારની નીતિ આધારે ખાંડનું બજાર જળવાતું હોવાની વાત કરી હતી. દેશમાં ચાલુ વર્ષ દરમિયાન ક્રસિંગ બાદ ખાંડનું ઉત્પાદન, સ્ટોક, વપરાશ, નિકાસ તથા ઇથેનોલ ડાયવર્ઝન મેં સમીક્ષા કરી હતી.
બારડોલી સુગરના નવીનીકરણ ની વાત કરતા 21 મેગા વોટ કો જનરેશન પાવર પ્રોજેક્ટ નો પ્રથમ તબક્કો પૂર્ણાહુતિને આરે હોવાનું જણાવતા હાલમાં મજુરોની અછતને ધ્યાનમાં લેતા હાર્વેસ્ટર મશીન ની આવશ્યકતા ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું. આ મશીનનનીખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જેનો લાભ લેવા સભાસદોને અને ખેડૂતોને જણાવ્યું હતું. બારડોલી સુગરની આડપેદાશોમાંથી પ્રોમ ખાતર ની બનાવટ નો લાભ લેવા અપીલ કરાઈ હતી. મેનેજિંગ ડિરેક્ટર હેમ પ્રકાશસિંહ દ્વારા એજન્ડા ના વિવિધ કામોની રજૂઆત કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદો એ તમામ એજન્ડા સર્વાનુંમતે મંજૂર કર્યા હતા. વહેલી પાકતી જાતો, મધ્યમ મોડી પાકતી જાતો પૈકી રોપાણ, પહેલી લામ ના ઉત્પાદનો મા મોખરે રહેતા કુલ આઠ ઉત્પાદકોને સન્માનિત કરાયા હતા. વિવિધ સભાસદો દ્વારા બળેલી શેરડી ની સમસ્યા અને કપાસના ભાવો, ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જેસીબી મશીન ને આવશ્યકતા, પુરવઠાની ચિંતા, વગેરેના સંતોષકારક ખુલાસા કરાયા હતા. યુવા સભાસદ જીગર પટેલ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી સરપ્લસ સ્ટોક ને એક્સપોર્ટ કરવાની પરવાનગી મેળવવા રજૂઆત કરતા પડતર સ્ટોક એક રીતે નુકસાન જણાવી સરકાર નહીં પરંતુ ફેક્ટરી નું સંચાલન ભાવ અને વેચાણ કરે તેવી રજૂઆત કરી હતી જેને સભાસદો એ વધાવી હતી. સંસ્થાના તમામ ડિરેક્ટરો સહિત અગ્રણી ભીખા ઝવેર પટેલ, બાબુ પટેલ, હસુ પટેલ, જયંતિ પટેલ, નરેશ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૬૯ મી વાર્ષિક સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
