
બારડોલી તાલુકા ના મસાડ ગામની સીમમાં 4 વર્ષીય દીપડો પાંજરે પુરાયો


સુરત જિલ્લાના બારડોલી ,મહુવા અને માંડવી માં દીપડા નજરે પડવાની ઘટના બનતી રહે છે તેમજ દીપડા ઓ રહેણાંક વિસ્તાર માં પ્રવેશી પશુઓ ના શિકાર તેમજ માનવો પર હુમલા ની ઘટના પ્રકાશ માં આવતી જ હોઈ છે ત્યારે બારડોલી તાલુકા ના
મસાડ ગામે ની સીમ માં આવેલા સલીમ ભાઈ મલેક ભાઇ બાગી ના ખેતર માં દીપડો દેખાતા વનવિભાગ ને જાણ કરવામાં આવી ત્યારે બારડોલી વનવિભાગ ની ટીમ દ્વાર 3 દિવસ પહેલા મરણ મૂકી પાંજરું મુકવામાં આવ્યું હતું 3 દિવસ બાદ આશરે 4 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો છે બારડોલી વનવિભાગ ની ટિમ દ્વાર દીપડા ને બારડોલી કચેરી લાવી દીપડા ને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે….
