
બારડોલીમાં મેટ્રોલોજી વિભાગ ત્રાટકતા 35 થી વધુ દુકાનોને દંડ ફટકારાયો.##


સામી દિવાળીએ વિવિધ સરકારી વિભાગ દ્વારા ચેકીંગ શરૂ કરાતા આજરોજ બારડોલીમાં સુરત તોલમાપ ધારા વિભાગની ટીમ દ્વારા કડક ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન આશરે 35 થી વધુ દુકાનોને દંડ ફટકારાયો હતો.
સુરતના વિભાગીય આસિસ્ટટન્ટ કમિશનર ઓફ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ( તોલમાપ વિભાગ )ના કડક અભિગમ સાથે બારડોલીમાં વિવિધ દુકાનોમાં ચકાસણી કરાઈ હતી. સોના, ચાંદીની દુકાનો, મીઠાઈની દુકાનો, ડેરી પાર્લર, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સમાનની તથા બેકરી સહિતની દુકાનોમાં મદદનીશ નિયંત્રક એલ.એન.પટેલ અને તેઓની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સામગ્રીઓના વજન , માપ, પેકિંગ અને આમ.આર.પી સહિતની વિગતો વગર વહેંચાતી આઇટમોને તપાસની વરૂણીમાં લેતા બારડોલીના રાજમાર્ગ ઉપર આવેલ વિવિધ 35 થી વધુ દુકાનોને કુલ 44,000/- થી વધુ રકમનો દંડ ફટકારાયો હતો. દિવાળીના તહેવારો નજીક છે. તેવા સમયે સરકારી વિભાગ દ્વારા અચાનક રેડ કરાતા વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો હતો.
