
બારડોલીના વરાડ ગામે મંદિરના શિખર પર વીજ પડતા નુકશાન.


આજરોજ વરસાદી માહોલ વચ્ચે બારડોલી તાલુકાના વરાડ માં આવેલ મહાદેવના મંદિરના શિખર ઉપર વીજ પડી હતી. વીજ પડતા મંદિરના શિખરને નુકશાન થયું હતું.
બારડોલી નગર તાલુકામાં મોડી સાંજ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયો હતો. બારડોલી તાલુકાના વરાડ ગામે પટેલ ફળિયા ઝવેરી મોહોલા ની સામે આવેલ મહાદેવજીના મંદિરના શિખર ઉપર વીજ પડી હતી. મંદિરના શિખર ઉપર વીજ પડતા ગામમાં રહેતા અમરત પરમારે ગ્રામજનોને વીજ પડવાની જાણ કરી હતી. ગ્રામજનો મંદિર ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં જોતા શિખરનો એક ભાગ વીજ પડવાથી તૂટીને જમીન ઉપર પડ્યો હતો. સદનસીબે ધોધમાર વરસાસ વરસતો હોવાથી મંદિરમાં કોઈ હાજર ન હતું દરમિયાન વીજ પડતા જાનહાની ટળી હતી.
