
ભાવિક શાહ (સુરત બ્યુરો )


દિવાળી વેકેશન અનુલક્ષીને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું : અનુપમસિંહ ગેહલોત
શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર વાબંગ જમીર, ક્રાઈમના રાધાવેન્દ્ર વત્સ , સેક્ટર 2 કે એન ડામોર ક્રાઈમ બ્રાન્ચ ના ભાવેશ રોજીયા સાથે એસ ઓ જી,પીસીબી, સાયબર સેલ ની ટીમ પણ અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્ત જોડાશે સુરતના ઇતિહાસમાં પહેલીવાર માઉન્ટેન પેટ્રોલિંગ પણ શરૂ કરાય સાથે સાથે મહિલાઓનું જે માર્કેટ છે ત્યાં મહિલા કર્મચારીઓને વિશેષ પેટ્રોલિંગ કરવાનો આદેશ અપાયો……
આગામી દિવાળી તહેવાર નિમિત્તે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવણી બાબતે ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ પોતાના ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી સાથે પરામર્શ કરી હતી અને આગામી દિવસોમાં શહેરમાં ચોકસી બજાર રેલવે સ્ટેશન એસટી બસ ડેપો હીરા બજાર આંગડિયા પેઢી તેમજ અન્ય ભીડભાળ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે તહેવાર નિમિત્તે કોઈ અસામાજિત તત્વો કે અન્ય આંતકવાદી પ્રવૃત્તિ ન થાય તે માટે વિશેષ તકેદારી ના ભાગરૂપે સ્પેશિયલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે જેમાં પોલીસ સવારે 11 થી 4 અને સાંજે 6 થી 10 વચ્ચે અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ માઉન્ટન પેટ્રોલિંગ સાથે વાહન પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે
હાલ માં સુરત શહેરમાં નવરાત્રી તહેવાર પૂર્ણ થયો છે ત્યારબાદ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા જેના બંદોબસ્ત માંથી માં નવરા પડ્યા હતા ત્યાં તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં અસામાજિક તત્વો કે કોઈ આંતકવાદી પ્રવૃત્તિ ન થાય અને ગુનેગાર ભીડભાળ વિસ્તારમાં ફાયદો ન ઉઠાવે તે માટેનો પોતાના ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી સીબીઆઇ માંથી આવેલા રાધાવેન્દ્ર વત્સ અને ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી ભાવેશ રોજીયા સાથે સ્પેશિયલ પોલીસ કમિશનર વાબંગ જમીર સાથે આગામી દિવાળી નું વેકેશન પડી રહ્યું છે અને બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે તેમજ ચોકસી બજાર આંગડિયા પહેરી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કર્મચારીનો પગાર થતો હોય છે ત્યારે કોઈ ગુનેગાર તેનો ફાયદો ન ઉઠાવે તે માટે વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવા બાબતે પરામર્શ થઈ હતી ખાસ કરીને સુરતના રાજમાર્ગ આવેલા ચૌટા બજાર, બરોડા prestige, મીની બજાર, હીરા બજાર ચોક્સી બજાર તેમજ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો ને ઝબ્બે કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેની અંદર ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ગુના આચારતા હોય એવા ગુનેગારોને પોલીસે નજર રાખી રહ્યા છે તેમજ અત્યારે નવા આધુનિક એઆઈ ના સોફ્ટવેર મદદ થી અન્યો રાજ્ય કે શહેરમાંથી આવતા ગુનેગારોના પહેચાન થાય તે માટેના પણ ઓન ડેસ્ક કેમેરાની મદદ લેવામાં આવી રહી છે સાથે સાથે સવારે 11 થી બપોરે ચાર વાગ્યા સુધી અને સાંજે 6 થી રાતે 11:00 વાગ્યા સુધી વિશેષ પેટ્રોલિંગનું હાથ ધરવામાં આવ્યું છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ વર્ષે વિશેષ માઉન્ટેન પેટ્રોલિંગ એટલે ઘોડા સવારે ની સ્પેશિયલ પેટ્રોલિંગ શહેરના આવરુ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સાથે સાયબર ક્રાઇમ અને ઇકો સેલના અધિકારીઓ પણ અલગ અલગ વિસ્તારોમાં પોતાની નેટવર્ક સાથે ટીમ તૈયાર કરી છે પોલીસ કમિશનર અનુપમ ગેહલોત કાયદો વ્યવસ્થા બાબતે કોઈપણ કસર બાકી રાખવા માગતા નથી જેને લઈને આગામી દિવસમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વાહન પેટ્રોલિંગ અને મોટરસાયકલ પેટ્રોલિંગ પર શરૂ કરવામાં આવશે સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો ગુના કરતી ગુનેગારોને એક્ટિવિટી પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે જેલમાંથી છૂટીને આવેલા ગુનેગારોનો શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા નાગરિકની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા છે તેના માટે પોલીસે અલગ અલગ વિશેષ ટીમો પણ બનાવી છે જેથી કરીને બહારથી આવતા લોકોને સુરક્ષા વિશેષ પ્રધાની આપવામાં આવી છે અમુક મહિલાઓથી રહેતું માર્કેટમાં પોલીસ કમિશનર દ્વારા અનોખું એક પેટ્રોલિંગ મહિલા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યું છે સાથે સાથે કોઈ મેજર ગુનો બનશે તો પોલીસ સમગ્ર શહેરને કોડન કરી રહ્યા છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તમામ તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટના બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અટલ સવેરાને શહેરના દિવાળી વેકેશનને અનુલક્ષીને વિશેષ બંદોબસ્ત માહિતી આપી હતી
