
બારડોલી નો ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલતા પીએસઆઇ મેહુલ જે. રાઠોડ પ્રતિષ્ઠિત ઇ કોપ મંથલી એવોર્ડ થી નવાજાયા.


બારડોલી તાલુકાના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ વિદ્યાલય મુકામે થયેલી ઘર ફોડ ચોરી નો ગુનો કુનેહ પૂર્વક ઉકેલવા બદલ બારડોલી રૂરલ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ મેહુલ જે રાઠોડ ઇ કોપ મંથલી એવોર્ડ થી નવાજાયા હતા.
NAFIS સોફ્ટવેર ની સ્લીપ કેપ્ચર એપ્લિકેશન નો ઉપયોગ કરી ઘરફોડ ચોરીના પકડાયેલા આરોપીઓના ફિંગર પ્રિન્ટ ઓનલાઇન મેળવી ડેટાબેઝ માં એન્ટ્રી કરી બારડોલી રૂરલ પોલીસ મથકના ચોરીના ગુનાના કામે ચાન્સ પ્રિન્ટ ઉપજાવી એક આરોપીને કુનેહ પૂર્વક ધરપકડ કરી વણઉકેલ્યો ગુનો ઉકેલવા બદલ તત્કાલીન પીએસઆઇ મેહુલ જે રાઠોડ ને અમદાવાદ મુકામે ડિવિઝનલ જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયના હસ્તે ઇ કોપ મંથલી એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.
