
સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમશાળા ના આચાર્ય એ સગીર બાળકીની છેડતી કરી હતી. જેતે દિવસે પોલીસે સ્થળ ઉપર પહોંચી છેડતી કરનાર આચાર્ય ની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે આજે રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ એ આશ્રમ શાળા ની મુલાકાત લીધી હતી. અને આવી ઘટનાઓ ના બને તે માટે પોલીસ ની સી ટિમ ને જવાબદારી માટે આદેશ કર્યા હતા.


માતા પિતા પછી શિક્ષણ જગત માં ગુરુ નું સ્થાન આવતું હોય છે. પંરતુ અહીં ગુરુ જ વાસના લોલુપ નીકળ્યો હતો.સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નરેણ ગામે આવેલ આશ્રમશાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ નાથુ ભાઈ પટેલ ફરજ બજાવતા હતા. આશ્રમશાળામાં બાળકીઓ અભ્યાસ કરતી હોય મનમાં વાસનાનો કીડો સળવળિયો હતો. આશ્રમશાળા ની ચાર જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતા ધરપકડ કરાઈ હતી. આજે રાજ્ય સરકાર ના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ એ આશ્રમ શાળા ની મુલાકાત લીધી હતી.
સમગ્ર મામલો આદિજાતિ વિભાગમાં આવતો હોય ત્યારે મંત્રી કુવરજી હળપતિએ પોલીસ ને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમજ લંપટ આચાર્ય વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરી વહેલી તકે છોકરીઓને ન્યાય અપાવવા માટે પણ ખાતરી આપી હતી. આશ્રમશાળામાં ઘટના બનતા પોલીસ નિ સી ટિમ ને વિશેષ જવાબદારી સોંપી હતી. તેમજ આશ્રમશાળા માં આચાર્ય ની ધરપકડ બાદ કોઈ ને ચાર્જ નહીં અપાયો હોય આજે રાજ્ય મંત્રી એ આશ્રમશાળા ના સિનિયર શિક્ષક અસ્મિતા બેન ને ચાર્જ સોપાયો હતો. તેમજ વિભાગ ને પણ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવા માટે સૂચના અપાય હતી.
