
ભાવિક શાહ ( બ્યુરો સુરત )


અમદાવાદ ઓફ સેન્ટ્રલ ટેક્સ ના વર્ગ બેના કર્મચારી 2 ઓડિટર તેમજ એક અન્ય વ્યક્તિ એન્ટીકરપ્શનના હાથે 1લાખ 25 હજાર ની લાંચ લેતા લેતા ઝડપાયા…
અમદાવાદના એક જાગૃત નાગરિકે શ્રી અંબિકા ટચના શોરૂમમાં,ગોલ્ડ સૂકા,ઇસ્કોન આકેડ પાસે સી જી રોડ અમદાવાદ પાસે ભૌમિત ભરતભાઈ સોની એન્ટી કરપ્શનના હતા 1 લાખ ની લાંચ લેતા રગેહથે ઝડપાયા અધિકારીઓ દ્વારા જેને પૂછપરછ કરતા સુપરિટેન્ડ ઓફ સેન્ટ્રલ ટેક્સ ના વર્ગ બેના બે કર્મચારી મહમદ રિઝવાન શેખ તેમજ કુલદીપ મૂળચંદ કુશવા દ્વારા આ લાંચની રકમ માંગવામાં હોવાનું બહાર આવ્યું હતું જેમાં દ્વારા આ બંને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ કામના ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદી પેઢી ચલાવતા હોઇ, જે પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી મહંમદ રિઝવાન શેખ જે નોકરી- સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષ વર્ગ 2 ના અધિકારી ના હોદ્દા ને લઈ નોટીસ આપેલ જે અન્વયે આરોપી કુલદિપ મુલચંદ કુસવાહ , ઇન્સ્પેક્ટર સી.જી.એસ.ટી., ઓડીટ અમદાવાદ વર્ગ-૩ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી બન્ને આરોપી ને તેઓની કચેરીએ રૂબરૂ મળેલ અને ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા પાત્રીસ લાખ ચલણ સાથે ભરવા પાત્ર થાય છે તેમ જણાવેલ જેથી ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી બન્ને ઓડિટર ઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય તેમણે એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી મોહંમદ રિઝવાન શેખ, નોકરી- સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષ સી.જી.એસ.ટી. ઓડિટ, અમદાવાદ વર્ગ-૨ ના કહેવાથી આરોપી ભૌમિકભાઇ ભરતભાઇ સોનીએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી બન્ને એ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યા હતો જેમાં હાલ એન્ટિકરપશન દ્વાર 3 લોકો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…..
