
ભાવિક શાહ (સુરત બ્યુરો )


સુરતની એન્ટી વુમન ટ્રાફિક સેલ દ્વારા નવ માસમાં 17 જેટલા સ્પા મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા : 67 મહિલા મુક્ત કરાય ને 44 આરોપી પકડાયા : અનુપમસિંહ ગેહલોત
શહેરના ટ્રાફિક સિગ્નલ ને અલગ અલગ વિસ્તારોમાંથી ભિક્ષાવૃત્તિ કરતા 72 બાળકોને પકડી પાડી ને ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા સાથે સાથે બાળ મજૂરી કરતા 11 બાળકોને મુક્ત કરાયા
સુરત શહેરમાં છેલ્લા નવ મહિનામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ગુમ અપહરણ થયેલા બાળકો ભિક્ષાવૃત્તિ તેમ બાળમજૂરી માંથી બાળકોને રેસ્ક્યુ કરતી સાથે શહેરમાં સ્પા મસાજ પાર્લર ની હાડમાં ચાલતા બે વેપાર ને અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સાથે કેટલાક મહત્વના ગુના ઉકેલોમાં સફળતા પ્રાપ્ત થઈ છે જેની અંદર 72 બાળકો જેમાં ૪૫ બાળકો અને 27 બાળકીઓ તેમજ 11 જેટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે શહેરમાં સ્પા અને મસાજ ના નામ પર સેન્ટરોની આડમાં ચાલતા દેહ વેપાર 17 જેટલા કેસો સુધી કર્યા છે જેમાં 68 જેટલી ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે સાથે રેડ દરમિયાન 44 આરોપીને પકડી પાડ્યા છે છેલ્લા નવ મહિનાથી સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સીધા માર્ગદર્શન હેઠળ એનટી હ્યુમન ટ્રાફિક યુનિટ એ બાળકો ગુમ કે અપરણ થયા હોય તેને શોધવા માટે તેમને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને રાજ્યમાં અસરકારક કામગીરી નો નમુનો બતાવ્યો છે…
સુરત શહેર વિશ્વના નકશા પર આર્થિક વિકાસ સાથે વિકાસ પામતું શહેર તરીકે ઓળખાય છે ત્યારે સુરત શહેરમાં બાળકો ગુમ થવું કે અપરણ થવા સાથે સાથે બાળમજૂરી અને ભિક્ષાવૃત્તિ બંદીને નાબૂદ કરવા તેમજ સ્પા અને મસાજ ની આડમાં ચાલતા દેહવેપાર પ્રક્રિયાને અટકાવવા માટે શેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેમના સીધા માર્ગદર્શન હેઠળ એંટી હ્યુમન ટ્રાફિક યુનિટ ના એસીપી અને પી.આઈ સોલંકી અને તેમની નીચેની ટીમે છેલ્લા 9 મહિનામાં અલગ અલગ રીતે અપહરણ થયેલા બાળકીઓને શોધી કાઢવા માટે મહેનતો કરી હતી જેમાં હાઇકોર્ટમાં દ્વારા દાખલ થયેલા ત્રણ કેસો ઉકેલાયા છે સાથે સાથે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ સાથે શહેરના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા 72 બાળકો જેની અંદર 45 બાળકો તેમજ 27 બાળકીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેનો કબજો ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો છે અત્યાર સુધી સુરતમાં ઈતિહાસમાં પહેલીવાર આટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાથે સાથે સુરતના વિકાસમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કે હોટલ ખાણીપીણીની લારી હોય કે કારખાનામાં બાળ મજૂર તરીકે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોય જેમાં ત્રણ ફરિયાદો મળી હતી જેની અંદર 11 બાળકોને બાળ મજૂરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ ના નામ પર ચાલતા દેહ વેપાર ને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લાલ આંખ કરે છે અને શહેરમાં આવા તત્વોને ઇમોરલ ટ્રાફિક પીવેન્શન એકટ મુજબ 17 જેટલા કેસો સુધી કાઢવામાં આવ્યા છે જેની અંદર ભારતીય મહિલાઓને દેહ વેપાર મુક્ત કરવામાં આવી છે તેમ જ રેડ દરમિયાન બીજા 44 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેના વિરુદ્ધ કાયદેસર કારાવારી કરી છે સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા અલગ અલગ જગ્યા પર નોંધાયેલા ગુનાઓ ઉકેલોમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જેની અંદર સૌથી વધારે સાઉથ ઇસ દિલ્લીમાં ઓખલા ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બે શોધી કાઢી હતી જ્યારે ગુમ થયેલા બાળકોમાં ઝીરો થી 18 વર્ષના જેના અપરણ તરીકે નોંધાયા છે એવા 2018 થી લઈએ તો બે ગુનાનો ઉકેલ આ 2,021 માં છ ગુના ઉકેલાયા 2022 માં 11 ગુના ઉકેલાયા 2023 માં 15 ગુના ઉકેલ્યા છે ત્યારે 2024 માં ત્રણ જ ગુના અને છ મળી કુલ 37 જેટલા ડિટેકશન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જ્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં નોંધાયેલો ગુનામાં 21 દિવસ પછી ભોગ બનનાર યુવતી ને શોધી કાઢોમાં સફળતા પ્રાપ્ત થઈ હતી સાથે ઉના પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલો 12 વર્ષની છોકરી ને ભોગ બનનાર આરોપીને ઉત્તર પ્રદેશના નટનપુવા ખાતેથી શોધવામાં કરવામાં આવ્યો હતો એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ ના પીઆઇ સોલંકી અને તેમની ટીમના ઘનશ્યામસિંહ ધર્મેશ અન્ય ટીમ વર્કની મહિલા કર્મચારીઓ સાથે અત્યંત ગુપ્ત રીતે આયોજન કરીને અલગ અલગ વેસ પલટો કરીને સફળતાપૂર્વક દરોડા પાડવામાં કામયાબી મળી છે
