Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત જિલ્લા બારડોલી તાલુકા ના મોતા ગામે પાવર ગ્રીડ લાઇન નો વિરોધ જોવા મળ્યો હતો.

  •  સુરત જિલ્લા બારડોલી તાલુકા ના મોતા ગામે પાવર ગ્રીડ લાઇન નો વિરોધ જોવા મળ્યો હતો. આજે પોલીસ સાથે ખેડૂતો ની બેઠક હતી. અને જરૂરી વાંધા નોંધાવવા ના હોવાથી ખેડૂતો એ લાઇન નહીં નાખવા દેવા નો ઠરાવ કરાયો હતો. તેમજ વિજ લાઇન બાબતે વિરોડબ માં તામાં ખેડૂતો એક સુર જોવા મળ્યાં હતાં.

પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વીજ લાઇન કચ્છ ના ખાવડા થી લઈ જે નવસારી વાસી બોરસી સુધી જનાર છે. આ લાઇન સુરત જિલ્લા ના પણ કેટલાક ગામો માંથી પસાર થાય છે. જેનો સુરત જિલ્લા ના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે આજ મુદ્દા ને લઇ ને સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ના મોતા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ સાથે બેઠક યોજાઇ હતી. અને જેમાં ખેડૂતો એ પોતાનો વિરોધ લખવ્યો હતો.

પાવર ગ્રીડ દ્વારા 765 કેવી ની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ના જુના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યા ની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતો એ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતો ની ફળદ્રુપ જમીન ને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકો ને જતાં નુકસાન ની ભીતિ પણ ના રહે .
મોતા ગામે વીજ લાઇન કામગીરી કરવા માટે બારડોલી પોલીસ પોહચી હતી. અને ખેડૂતો નો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂતો એક સુર એ રહ્યા હતાં . અને ગામ ની ખેતી વિસ્તાર માંથી આ વીજ લાઇન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું. તેમજ પાવર ગ્રીડ દ્વારા ખેડૂતો ની વિના પરવાનગી એ ખેતર માં પ્રવેશવા પણ નહીં દેવાનો ઠરાવ કરાયો હતો.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement