Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી નાગરિક બેંક બેસ્ટ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એવોર્ડ થી સન્માનિત કરાઈ

બારડોલી નાગરિક બેંક બેસ્ટ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એવોર્ડ થી સન્માનિત કરાઈ

(અમૃતસર ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્કોબા સંગઠન દ્વારા એવોર્ડ અપાયો )

સુવર્ણ જયંતી વર્ષ ઉજવતી ધી બારડોલી નાગરિક સહકારી બેંક ને સાઉથ ગુજરાત કો-ઓપરેટીવ બેંક એસોસિયેશન દ્વારા અમૃતસર મુકામે આયોજિત વિશેષ કાર્યક્રમમાં બેસ્ટ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બેંક એવોર્ડ થી સન્માનિત કરાઈ હતી.

1974 ના વર્ષમાં સ્થાપના બાદ કાર્યકાળના 50 માં સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશેલી બારડોલી નાગરિક બેંક દ્વારા સુંદર પ્રગતિ હાંસલ કરતા ગત પાંચ વર્ષમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરાયા છે.17500 જેટલા સભાસદોનું વિશાળ જૂથ ધરાવતી બેંક નું કામકાજનો ભંડોળ 33441.82 લાખનું રહેતા ચાલુ વર્ષે બેંકનો ચોખ્ખો નફો 263.24 લાખ રહ્યો હતો. બેંકની થાપણ 28838.93 લાખ અને ધિરાણ 21053.82 લાખ રહેવા સાથે નેટ એનપીએ 0% રહ્યું હતું. વાર્ષિક 13 ટકાના ગ્રોથ સાથે પ્રગતિ કરતી બારડોલી નાગરિક બેંક દ્વારા આગામી સમયમાં 1,000 કરોડ નું લક્ષ્યાંક હાંસલ કરવા કટિબદ્ધતા દર્શાવી છે. સ્કોબા સંગઠન દ્વારા દક્ષિણ ગુજરાત સમાવિષ્ટ તમામ કો-ઓપરેટીવ બેંકો ની કાર્યપદ્ધતિ અને સહકારી ક્ષેત્રમાં બેંકોની ભૂમિકા ની સમીક્ષા કર્યા બાદ 2023- 24 ના વર્ષ માટેનો બેસ્ટ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એવોર્ડ માટે બારડોલી નાગરિક બેંક ને પસંદ કરાય હતી. ગત પાંચ વર્ષ દરમિયાન બેંકને પ્રોફીટેબિલિટી, બિઝનેસ ગ્રોથ એક્સપાન્શન, પબ્લિક રિલેશન, બીટુ બી એવોર્ડ,બેન્કો બ્લુ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયા હતા. અમૃતસર મુકામે બે દિવસ પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ફરી એકવાર બારડોલી નાગરિક સહકારી બેંકને વધુ એક એવોર્ડ મળતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement