Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી : બોક્ષીંગ માં ગોલ્ડ વિજેતા બારડોલી નો આયુષ પાંડે રાષ્ટ્રીય સ્પર્ધા માં પ્રતિનિધિત્વ કરશે.

બોક્ષીંગ માં ગોલ્ડ વિજેતા બારડોલી નો આયુષ પાંડે રાષ્ટ્રીય સ્પર્ધા માં પ્રતિનિધિત્વ કરશે.

9

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની આંતર કોલેજ બોક્સિંગ (ભાઈઓ )ની સ્પર્ધા યુનિવર્સિટી નાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માં યોજાઇ હતી. પી.એચ. ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કિમ દ્વારા આયોજિત સ્પર્ધા માં પી.આર. બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર કોમર્સ કોલેજ, બારડોલીનો બોક્સિંગ ખેલાડી આયુષ પ્રેમનારાયણ પાંડે(એસ.વાય.બી.કોમ) એ સતત બીજા વર્ષે ૮૦ કિલોગ્રામ થી ૮૬ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આયુષ પાંડે હવે ગુરૂકાશી યુનિવર્સિટી, ભાતિંડા(પંજાબ) મુકામે યોજાનાર ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત નું પ્રતિનિધિત્વ કરશે.
આયુષ પાંડે ની સિધ્ધિ બદલ કોલેજ નાં કાર્યકારી આચાર્ય ડૉ.વિક્રમ ચૌધરી, જીમખાના સમિતિનાં અધ્યક્ષ પ્રા.ચિરાગ દેસાઈ ,જીમખાના સમિતિનાં તમામ સભ્યોએ તેમજ કોલેજ પરીવાર તરફ થી અભિનંદન આપી, રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement