
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે લીધી માંડવીના તડકેશ્વર ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો


જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લામાં જળસંચયના કામોનો શુભારંભ કરાયો આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા
જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા,સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં રૂા.૧૦.૪૩ કરોડના ખર્ચે ૨૦૩૧ જેટલા જળ સંચયના કાર્યોનો શુભારંભ કરાયો હતો તેમજ જળસંચય અભિયાન હેઠળ બોર રીચાર્જ, કુવા રીચાર્જ અને રીચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે.
