
સેવા અને સ્મરણ જીવન ને સારથિક કરે છે પ્રફુલભાઇ શુક્લ


બારડોલી મા શિવ સાંઈ વાટિકા મા જનકકુમાર ઠાકોર ના નિવાસે આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ નો સાંઈ સત્સંગ યોજાયો હતો, જેમાં પ્રફુલભાઇ શુક્લ એ ફૂટપટ્ટી ના સત્ય સાંઈ બાબા એ આપેલા સૂત્ર ” પ્રાર્થના માટે જોડાયેલા હાથ કરતા, મદદ માટે લંબાયેલા હાથ વધારે પવિત્ર છે “વિષય પર માનનીય પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે રમેશભાઈ પટેલ રામપુરા, ભરતભાઈ પટેલ મુનસાદ, અંકુરભાઈ પટેલ આરક સિસોદરા, કલ્પનાબેન દેસાઈ, બીનાબેન ઠાકોર, શારદાબેન પટેલ, મન્જુલા બેન પુસ્પા પારેખ ઉપસ્થિત રહ્યા હતા કલ્પનાબેન દેસાઈ એ 12મી તારીખે યોજનારી પોથી યાત્રા ની વિસ્તૃત ચર્ચા કરી હતી રામપુરા વાળા રમેશભાઈ જગુભાઈ પટેલ, દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી
