
બારડોલી પાલવાડા ઔદિચ્ય બ્રાહ્મણ સંચાલિત 185 મી શિવનામ સ્મરણ સપ્તાહ નો કેદારેશ્વર મંદિર ખાતે પ્રારંભ


બારડોલીમાં વસવાટ કરતા સિધ્ધપુર સંપ્રદાયના યજુર્વેદી બ્રાહ્મણ કુળ ના પાલવાડા અશેષ ઔદિચ્ય બ્રાહ્મણો દ્વારા સંચાલિત પરંપરાગત 185મી અખંડ શિવ નામ સ્મરણ સપ્તાહ નો બારડોલીના કેદારેશ્વર મંદિર મુકામે આજથી પ્રારંભ થયો છે.
સૃષ્ટિ ના સમસ્ત જીવોના કલ્યાણ અર્થે ગત 184 વર્ષથી યોજાતી આવેલી અખંડ શિવનામ સ્મરણ સપ્તાહ ની આગવી વિશેષતા અને આકર્ષણ રહ્યા છે.1839 ના વર્ષથી શરૂ કરાયેલી સપ્તાહ દરમિયાન જનોઈ અને પીતાંબર ધારી બ્રાહ્મણો પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવજીના વિવિધ નામો માત્રનું ઉચ્ચારણ કરે છે. અન્ય કોઈ શબ્દોને અવકાશ નથી એવી સપ્તાહ ને એક જાપાત્મક યજ્ઞ સાથે સરખાવતા અધિષ્ઠાતા કાર્તિકેય અધ્વર્યું દ્વારા આ પ્રકારની અખંડ સપ્તાહ હાલમાં ભારતવર્ષમાં એકમાત્ર બારડોલી મુકામે યોજાય છે મુજબ જણાવ્યું હતું. સપ્તાહના પ્રારંભે બારડોલીના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર મુકામેથી શિવજીની પંચમુખી પ્રતિમા ની વાંજતે ગાજતે શોભાયાત્રા યોજી બારડોલી ના રામજી મંદિર મુકામે થઈ યાત્રા કેદારેશ્વર મંદિર મુકામે પહોંચે છે. માર્ગમાં આવેલ સંરક્ષણી માતા ની દેરી મુકામે પ્રાર્થના બાદ કેદારેશ્વર મંદિરમાં વેદના મંત્રોચ્ચાર સાથે પંચવદન પ્રતિમાનું ચલિત સ્થાપન કરાય છે. અભિમંત્રિત કરેલા મંડપમાં જનોઈ અને પીતાંબર ધારી બ્રાહ્મણો સિવાય અન્ય માટે પ્રવેશ નિષેધ રખાય છે. બાર ગામો ના સમૂહમાં વસવાટ કરતા પાલવાડા બ્રાહ્મણો સપ્તાહના દર્શને અચૂક આવતા હોય છે. એક માન્યતા મુજબ દર્શનાર્થીઓ દ્વારા સંકલ્પ લઈ લીધેલી સાત્વિક માનતા, બાધા ની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. એક અઠવાડિયા સુધી 24 કલાક મુજબ ચાલતી સપ્તાહ માં શ્રદ્ધાળુ દાતાઓ બ્રહ્મ ભોજન કરાવવાનો લાભ પણ લેતા આવ્યા છે.185 માં વર્ષમાં પ્રવેશેલી વડીલો પાર્જીત સંસ્કાર ઉજાગર કરતી સપ્તાહ નું અનેરૂ આકર્ષણ જણાયું છે.
