
બારડોલી જ્યોતિબા કુલે માળી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તાજપોર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનો, પરિવારનો અને સમાજનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે એનું સચોટ મારદર્શન કાર્યક્રમમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.FETR એન્જીનયરિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ , તાજપોર ખાતે પરિવર્તનથી પ્રગતિ તરફ કાર્યક્રમ યોજાયો હતો. મુલચંદ શેન અને પ્રવીણ શાંતારામ માલી દ્વારા સમાજના લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જે પ્રસંગે માલી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ બી માલી, પ્રોજેકટ ચેરમેન જીતુભાઈ મહાજન, ઉપપ્રમુખ વિથ્થલભાઈ માલી તેમજ સમસ્ત કમિટી સભ્ય અને સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના હોદ્દેદારો દ્વારા સમાજના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે કરવામાં આવેલ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કાર્યક્રમને નિહાળી આગેવાનોનો આભાર માન્યો હતો…


op
