Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી ખાતે આવેલ વાત્સલ્ય વિદ્યાલય માં અંગ્રેજી માધ્યમ માં ગર્લ્સ હોકી ટીમ જિલ્લા કક્ષા વિજેતા બની હતી. વિજેલા ટીમના છ ખેલાડી રાજ્યકક્ષાએ પણ પસંદગી પામ્યા છે.

બારડોલી ખાતે આવેલ વાત્સલ્ય વિદ્યાલય માં અંગ્રેજી માધ્યમ માં ગર્લ્સ હોકી ટીમ જિલ્લા કક્ષા વિજેતા બની હતી. વિજેલા ટીમના છ ખેલાડી રાજ્યકક્ષાએ પણ પસંદગી પામ્યા છે.

તાજેતરમાં અભ્યાસ કાર્યની સાથે સુરત જિલ્લાની શાળાઓમાં તાલુકાના જિલ્લા કક્ષાના રમત ઉત્સવ ચાલી રહ્યો છે. વિવિધ રમતો પૈકી બારડોલી તાલુકાના મોતા ખાતે હોકી ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર 17 ગર્લ્સ ટીમ પણ આ ટુર્નામેન્ટમાં જોડાઈ હતી. 10 થી વધુ ટીમોએ આ ગર્લ્સ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયની બાળાઓ અંડર 17 ગર્લ્સ હોકી ટીમ માં જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટ માટે શાળાના અંગ્રેજી માધ્યમ ના શિક્ષિકા રૂપા તિવારી તેમજ કોચ રોહિત સરે અથાગ મહેનત કરાવી હતી. અને જેના પરિણામ સ્વરૂપે અંડર 17 હોકી ગર્લ્સ ટીમ માં વાત્સલ્ય વિદ્યાલયની અંગ્રેજી માધ્યમની બાળાઓ વિજેતા બની હતી. વિજેતા ટીમ પૈકી 6 જેટલી વિદ્યાર્થીની ઓ રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામી છે. જે આવનાર દિવસોમાં વડોદરા ખાતે યોજાનાર રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સિદ્ધિ બદલ ટ્રસ્ટ મંડળ ના સૌ હોદ્દેદારો અને શાળા પરિવાર વતી વિજેતા ટીમના વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષિકા રૂપા તિવારી તેમજ રોહિત સરને શુભકામના પાઠવી હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement