
સાંકરી સ્વામિનારાયણ મંદિર મુકામે રક્ષાબંધન નું પર્વ ઉજવાયું


બારડોલી તાલુકાના સાકરી મુકામે આવેલ સ્વામિનારાયણ મંદિર મુકામે ભક્તોની વિશાળ હાજરીમાં રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવાયું .
શ્રાવણી પર્વ રક્ષાબંધનના દિવસે મંદિર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ભગવાનને રંગબેરંગી રાખડીઓના શૃંગાર કરાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને સારંગપુરના સંતોએ રક્ષાબંધન નો મહિમા અને ઇતિહાસ સમજાવ્યા હતા. વાચસ્પતિ સંત આત્મતૃપ્ત સ્વામી એ ભગવાન અને ગુરુ કેવી રીતે રક્ષા કરે છે તે વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતુ. સાકરી મંદિરના કોઠારી પુણ્ય દર્શન સ્વામી એ મંદિરમાં અનેક લોકોના જીવન પરિવર્તનના પ્રસંગો જણાવી પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અપાયેલી સાકરી મંદિરની ભેટ ને ઉપકાર જણાવી હતી. રક્ષાબંધનના દિવસે મંદિરમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સંતો દ્વારા તમામને રાખડી બાંધી તેઓની રક્ષા માટે પ્રાર્થના અને મનોકામના વ્યક્ત કરી હતી. સવાર સાંજ મંદિર મુકામે મહાપ્રસાદ સાથે રક્ષાબંધનના પર્વની ભાવસભર ઉજવણી કરાઈ હતી.
