Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વ. રમેશચંદ્ર સંઘવીની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

*ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વ. રમેશચંદ્ર સંઘવીની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
—–
*સ્વ. રમેશચંદ્ર સંઘવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી
—–
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વ.રમેશચંદ્ર ભુરાભાઈ સંઘવીની સુરતના ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને સદ્દગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર: શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

૭૨ વર્ષીય સ્વ. રમેશચંદ્ર ચાર દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમણે ગત શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વ. રમેશભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી નિવૃત્ત જીવન વિતાવવાની સાથે સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત હતા. તેમના પરિવારમાં પત્ની દેવીન્દ્રાબેન, પુત્ર હર્ષ સંઘવી, પુત્રવધૂ પ્રાચી સંઘવી, પૌત્ર આરુષ, પૌત્રી નિરવા તેમજ પુત્રીઓ નેહલ, કિંજલ, કાજલ અને હેનીબેન છે.

સદ્દગતની પ્રાર્થનાસભામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત ધારાસભ્યો, મહાનુભાવો, સ્નેહી-પરિજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement