Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરતની ટેક્શન બાયો ગ્રીન એનર્જી પ્રા. લી દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ આતરિયાળ ગામોમાં ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા આશય ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

 

એક વૃક્ષ પ્રભુના ચરણોમાં

સુરતની ટેક્શન બાયો ગ્રીન એનર્જી પ્રા. લી દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ આતરિયાળ ગામોમાં સામાન્ય ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા શુભ આશય સાથે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામે “એક વૃક્ષ પ્રભુના ચરણોમાં” ના સૂત્રને સાર્થક કરવાના આશય સાથે 8 જેટલા ગામોમાં કુલ 7 હજાર જેટલા કેસર કેરીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આપણે જેમ દિવાળી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રીનો તહેવાર ભગાવન માટે ઉત્સાહભેર ઉજવીએ છે. તે જ પ્રમાણે ધરતીમાતા માટે પણ ઉજવણી સ્વરૂપે ટેક્શન બાયો ગ્રીન એનર્જી પ્રા. લી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવતી કાલે રક્ષાબંધન છે. ત્યારે આ પાવન પર્વને અનોખી રીતે ઉજવતા સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું રક્ષણ કરીશું તો આવનાર સમયમાં પર્યાવરણ આપણું રક્ષણ કરશે. સાથે જ વધુમાં જણાવ્યું હતું કે માનવ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જે વૃક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ત્યારે પર્યાવરણ ખોરવાશે તો આપણું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ખોરવાશે જેથી વૃક્ષારોપણ કરી આપણે પર્યાવરણનું નિકંદન અટકાવી શકીએ છે. સમગ્ર ગુજરાતમાં વિકાસ થકી આધુનિકરણ તરફ વધી રહેલા ગાંધીનગર, વડોદરા, જૂનાગઢ, અમદાવાદ, સુરત સહિતની મેગાસિટીઓ પૈકી વસ્તી અને વિસ્તાર પ્રમાણે સુરત 2 જા ક્રમે છે. જ્યારે દુઃખની બાબત એ છે કે વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબર છે. સુરત શહેરમાં તો પર્યાવરણ નહિ બચાવી શકનાર સંસ્થા આજે તાપી અને ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરી પર્યાવરણ બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે.

ટેક્સન બાયો ગ્રીન એનર્જી પ્રા. લી દ્વારા ગત વર્ષે ગામે ગામ 4,400 જેટલા કેસર આંબાના વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા. આજરોજ કરંજવેલ, કપડવંજ, આમણીયા, વડપાડા, રાણીઆંબા, રામપુરા અને કાનાદેવી ગામોમાં 7000 જેટલા વૃક્ષો વિતરણ કરાયા હતા. સંસ્થા દ્વારા માત્ર વૃક્ષો વિતરણ કરી જવાબદારીમાંથી હાથ ખેંચી લેવામાં નથી આવતા જે ગામોમાં વૃક્ષો વિતરણ કર્યા હોય તે ગામોમાં 5 થી 7 બહેનોની ટીમ બનાવવામાં આવે છે. જે બહેનો દ્વારા ફોટાઓ પાડી સંસ્થાને દર બે મહિને મોકલવામાં આવે છે. આજરોજ યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ટેક્સન બાયો ગ્રીન એનર્જી પ્રા. લીના તેજશ પટેલ, વલ્લભભાઈ ડાભી, સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના અશ્વિન ચૌધરી, ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ ક્રિષ્નકાંત ચૌધરી, આસપાસના ગામોના ખેડૂતો, સરપંચો તેમજ સુરત શહેરથી આવેલા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement