Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

78 માં સ્વતંત્રદિવસ નિમિત્તે આજ રોજ બારડોલી તાલુકાના મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મદ્રેસા હાઈસ્કૂલ નાં પ્રાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું

બારડોલી

આપણા ભારત દેશના 78 માં સ્વતંત્રદિવસ નિમિત્તે આજ રોજ બારડોલી તાલુકાના મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મદ્રેસા હાઈસ્કૂલ નાં પ્રાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું. દર્શનભાઈ નાયક દ્વારા જણાવવા આવેલ કે સમગ્ર વિસ્તાર સહીત ભારત દેશમાં ભાઈચારો ફેલાય અને દેશમાં બિનસાંપ્રદાયકતા સહિતના બંધારણીય મૂલ્યો જણવાઈ રહે અને દરેક સમાજની ઉત્તરરોત્તર પ્રગતી સાથે દેશ પર આગળ વધતો રહે એવા પ્રયત્નો દેશના દરેક નાગરિકોએ કરવા જોઈએ.

દર્શનભાઈ નાયક દ્વારા મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રોજેક્ટર નું દાન આપવામાં આવેલ હતું અને આગામી દિવસોમાં સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બારડોલી વિસ્તારમાં આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ સાહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી

ધ્વજવંદન બાદ મદ્રેસા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવેલ હતું.મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને સાંસ્કુતિક કાર્યક્રમ સાથે પર્યાવરણ બચાવવા , દેશમાં ભાઈચારો ફેલાવી એકતા જાણવવા સાહિતની અનેક કૃતિઓનું પણ ખુબ સરસ પ્રદર્શન કરવામાં આવેલ.

આ પ્રસંગે બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના પ્રમુખ સોયેબ ભામ,બારડોલી મુસ્લિમ ટ્રસ્ટનાં મંત્રી બીલાલ કાળીયા, સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટના ઉપ પ્રમુખ સ્વાતીબેન પટેલ, કોર્પોરેટર ફરીદભાઈ અને આરીફભાઇ, વિદેશ થી આવેલ NRI મહેમાનો,બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના સભ્યો,શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થી ઓ સહીત મોટી સંખ્યામાં લોકો એ કાર્યક્રમ માં હાજરી આપી આપણા ભારત દેશના રાષ્ટ્રીય તહેવાર ની હરશોઉલ્લાસ ભેર ઉજવણી કરેલ હતી.

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement