
સુરતના ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક અમદાવાદ -મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર ટ્રેનની બે બોગી વચ્ચેની જોઈન્ટની પિન તૂટી જતા ટ્રેન બે ભાગમાં દોડી : જોકે મોટી દુર્ઘટના થતા થતા રહી ગયો :બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેન મુંબઈ રવાના કરાઇ


વાત કરીએ ટ્રેન દુર્ઘટના ની.. એક તરફ સમગ્ર દેશ 15 મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સુરતના ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક અમદાવાદ -મુંબઈ સેન્ટ્રલ તરફ જતી ડબલ ડેકર ટ્રેન નાં બે બોગી વચ્ચેનાં જોઈન્ટ ની પિન તૂટી જતા ટ્રેનના ડબ્બા અલગ થઇ ગયા હતા. જોકે ટ્રેનના ડ્રાયવર ની સમય સૂચકતા નાં કારણે મોટી દુર્ઘટના તળી હતી. જોકે આ દુર્ઘટના બાદ રેલ્વ તંત્ર અને પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવી બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેન નેં મુંબઈ રવાના કરાઈ હતી
અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી ડબલ ડેકર ટ્રેન સવારે સુરતના ગોથાણ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રેન ની બોગી સી -7 અને સી -8 વચ્ચે લગાવેલ જોઈન્ટ ની પિન અચાનક તૂટી જતા ટ્રેન બે ભાગમાં ટ્રેક પર દોડી હતી. જેમાં એન્જીન વારો ભાગ અલગ થઇ જતા ટ્રેનના ડ્રાયવરે સમય સૂચકતા વાપરી ટ્રેન ઉભી કરી દીધી હતી. જોકે ગાર્ડ સહિતના પાચ થી 6 ડબ્બા અલગ ટ્રેક પર દોડ્યા હતા. ટ્રેનમાં સવાલ મુસાફરો નાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે ટ્રેનની આ દુર્ઘટના બાદ મુસાફરો પણ રેલવે તંત્ર ની મદદે આવ્યા હતા.. રેલવેની ટેકનીશીયન ટિમ અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે 2 કલાક ની ભારે જહેમત બાદ ટ્રેનને મુંબઈ રવાના કરાઈ હતી..
