
દેશ ભરમાં ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી*


સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે દબ દબાભેર ઉજવણી કરાઈ…
૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રી કનુ ભાઈ દેસાઈએ ધ્વજવંદન ની ઉજવણી કરાઈ હતી… બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ઇસરોલી ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી તેમજ જિલ્લાના પોલીસ, આરોગ્ય, રમતગમત ઉત્કૃષ્ઠ સેવા કરનારા અધિકારી-કર્મચારીઓને મંત્રીશ્રીના હસ્તે સીસન્માનિત કરાયા હતા. બારડોલીની શાળાના બાળકોએ રંગારંગ દેશભકિત ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને સૌના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોય, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
