Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી ના ઈસરોલી ગામેથી ૭ કિલો ગાંજા ના જથ્થા સાથે એક ઝડપાયો

 

 

બારડોલી ના યુવાધન સહિત ગાંજાના નશા ના બંધાણી લોકોને ઈસરોલી ગામે આવેલા પરબડી. ફળીયા ના એક મકાનમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી સાથે આજે મોડી સાંજે બારડોલી ટાઉન પોલીસે ઈસરોલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા પરબડી ફળીયા માં રેડ કરતા પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન આશરે અઢી કિલો વજન નો શંકાસ્પદ જણાતો ગાંજા જેવો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. બારડોલી ના પી.આઈ. વી એ.દેસાઈ , પીએસઆઇ ડી આર વસાવા અને સર્વેલેન્સ ટીમ દ્વારા ઇસરોલી ગામના બસ સ્ટેન્ડ નજીકના ફળિયામાં રેડ કરાઈ હતી. બારડોલી પોલીસ દ્વારા ફોરેન્સિક લેબ ને જાણ કરી વધુ તપાસ કાર્યવાહી શરૂ કરાઇ હતી. પોલીસે પ્રથમ ઝડપેલા જથ્થા નું વજન અઢી કિલો જેવું જણાયું હતું. કાર્યવાહી ચાલું હતી જે દરમિયાન વધુ તપાસ કરતા પોલીસ ને વધુ ૪.૫૦ કિલો નો જથ્થો મળ્યો હતો. ઝડપાયેલા જથ્થા ના એફએસએલ રિપોર્ટ માં ગાંજો હોવાનું જણાતા રિપોર્ટ આધારે બારડોલી પોલીસ દ્વારા સરકારી પંચો ની હાજરી માં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગાંજો વેચનાર સંજય લલ્લુ હળપતિ ની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ માં આરોપીએ ગાંજા નો જથ્થો નવાપુર,મહારાષ્ટ્ર ના ગોપાલ નામના વ્યક્તિ એ પૂરો પડ્યો હોવાનું જણાવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. કુલ રૂ.૭૧ હજાર ની કિંમત ના ૭.૦૧૦૦ કી.ગ્રા.વજન ના ગાંજા સાથે સંજય હળપતિ ની અટક કરી પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી.ઝડપાયેલ આરોપી અગાઉ પણ પોલીસ દ્વારા ઝડપાયો હતો.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement