
પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ શરૂ કરાયેલી નીક્ષય મિત્ર યોજના અંતર્ગત બારડોલી રોટરી ક્લબ દ્વારા છઠ્ઠો ટીબી નિવારણ કેમ્પ સત્યાગ્રહ હોસ્પિટલ મુકામે યોજાયો હતો.


બારડોલી નગર અને તાલુકા માં વસવાટ કરતા અત્યંત ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતા અને ટીબી ના રોગથી પીડાતા 50 દર્દીઓ ની માસિક તપાસ અને દવા નું વિતરણ કરી તાલુકાને ક્ષયમુક્ત બનાવવાના પ્રયત્નો કરતા બારડોલી રોટરી ક્લબ ના પ્રમુખ ડો. લતેશ ચૌધરી અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડો. અમૃત પટેલ તથા ટીમ દ્વારા ગરીબ દર્દીઓને સરકારી દવાઓ સાથે અત્યંત જરૂરી પોષણક્ષમ આહાર મળી રહે અને દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવાના આશય સાથે વિવિધ દાતાઓનો સહયોગ મેળવી તમામ દર્દીઓને એક માસ સુધી ચાલી રહે તે પ્રકારની અનાજની કીટ વિતરણ કરાઈ હતી. સારા થતા દર્દીઓને મુક્ત કરી રોટરી ક્લબ દ્વારા નવા દર્દીઓ શોધી સરકારી કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો બિરદાવાયા હતા. ઘઉં, જુવાર, ચોખા, તુવેર દાળ, તેલ, ગોળ અને ગાયનું ઘી ધરાવતી પોષણક્ષમ આહારની કિટો માટે ધનરાશિ ફાળવતા દાતાઓનું ઋણ સ્વીકાર કરતા રોટરી ક્લબ દ્વારા આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેશે મુજબ જણાવાયુ હતું.
