Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

મહુવા તાલુકાના આમચક ગામે બંધ મકાનના તાળા તોડી ઘરમાં ચોરી કરી ઘરફોડીયા તસ્કરો ભાગી છુટ્યા હતા

 

આમચક ગામના રહીશ અને હાલમાં નવસારી રહેતા દિવ્યેશ ગોવિંદ ચૌહાણ ના વતન ના મકાનમાં તેમના માતા રહેતા હતા. ત્રણ દિવસ પહેલા માતા ગામનું મકાન બંધ કરી તેના પુત્રને ત્યાં નવસારી રહેવા ગયા હતા. આ દરમિયાન મંગળવારની રાત્રીએ તેમના બંધ મકાનનો લાભ લઇ અજાણ્યા તસ્કરો ગામના રોડ ઉપર આવેલા તેમના મકાનના દરવાજા તોડી અંદર પ્રવેશી ઘરમાં મુકેલા કબાટ નો સામાન વેર વિખેર કરી રૂ.૧૦ હજાર રોકડા અને ચાંદીના સિક્કા ચોરી ભાગી છૂટ્યા હતા. આજે સવારે પાડોશીઓએ તેમના ઘરના તાળા તૂટેલા જોઈ ગામના આગેવાનોને જાણ કરી હતી. ચોરીની ઘટનાની પોલીસને જાણ કરતા મહુવા પોલીસે સ્થળ ઉપર આવી પૂછપરછ અને તપાસ કરતા ઉપરોક્ત મતાની ચોરી ની જાણ થઈ હતી. ઘરફોડીયા તસ્કરોનો પ્રયાસ ચગચારી બન્યો હતો. મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement