
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડો જોવા મળ્યો હતો. પારસી ફળિયામાં એક ઓટલા પરથી દીપડો કૂતરાને ખેંચી જતા કેમેરામાં કેદ થયો હતો.


દીપડાઓ નું અભયારણ્ય બની ગયેલ સુરત જિલ્લામાં હાલ દીપડાઓ દેખા દઈ રહ્યા છે. સુરત સુરત જિલ્લાના બારડોલી મહુવા બાદ માંડવી તાલુકામાં હવે દીપડાઓની બુમરેગ ઉભી થાય છે. અત્યાર સુધી તો દીપડાઓ જંગલ વિસ્તારમાં જોવા મળતા હતા. હવે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડો જોવા મળ્યો હતો. જ્યાં ઉંમરસાડી ગામે પારસી ફળિયા માં રહેતા રતનભાઇ મુનશી ના ઘર નજીક દિપડો જોવા
મળ્યો હતો. રાત્રિ દરમિયાન ઘર ના ઓટલા પર કેટલાક કુતરાઓ સુતા હતા. એ દરમિયાન અચાનક દીપડો આવી કૂતરાને ખેંચી જઈ શિકાર કર્યો હતો. જે સમગ્ર ઘટના નજીક માં લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ગામ માં અવારનવાર દિપડા ઓ દેખાતા ગામ ના સરપંચ દ્વારા દીપડાને ઝબ્બે કરવા વહેલી તકે પાંજરું પણ મૂકવામાં આવે એ બાબતે વન વિભાગને લેખિતમાં જાણ કરી છે.
