
રાજ્ય ના પોલીસ વિભાગ અને કાયદા તંત્ર માં બદલાવ આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ના કર્મચારીઓ માટે નવા કાયદા ની સમજ આપવા માટે એક ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું.


રાજ્ય માં પહેલી જુલાઈ થી પોલીસ ખાતા માં નવા કાયદા અને સજા ની જોગવાઈ માં સુધારો કરવામાં આવનાર છે. જેથી વિવિધ પોલીસ મથકો માં યોગ્ય સમજ અને માહિતગાર થાય એ પણ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ને આવરી લઇ એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કડોદરા પાલિકાના હોલ ખાતે નવા કાયદા ના સુધારા અંગે તાલીમ આપતી શિબિર નું આયોજન કરાયું હતું. ASI. સુરેશ ગામીત તેમજ સાઇબર ક્રાઈમ ના PSI જે એમ જાડેજા દ્વારા પોલીસ કર્મીઓ ને નવા કાયદાઓ , કાયદા હેઠળ સજા માં થયેલ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી હતી.
