Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ચાલથણ ગરનાળા નજીક થોડા દિવસ પહેલા થયેલી 97 ની લૂંટ નો ભેદ ઉકેલાય બાતમીના આધારે પોલીસે કડોદરા હોસ્પિટલ નજીક થી 4 લૂંટારું ને ઝડપી પાડ્યા આરોપી પાસે થી 11 મોબાઈલ અને 4 બાઇક મળી 3 લાખ થી વધુ નો મુદામલ ઝડપી પાડ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથા નજીક થોડા દિવસો પહેલા જ ઘરનાળા પાસે ચપ્પુની અણીએ થયેલ લુટ નો ભેદ ઉકેલાયો હતો. કડોદરા પોલીસે ચાર લૂંટારૂ ને ઝડપી પાડી ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

સુરત જિલ્લાના મોટો ઉદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાના પર ચલથાણથી તાતીર્થયા ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી. ગત 11 મે મેના રોજ ચાર જેટલા લૂંટારો એ ચપ્પુ ની અણીએ 97 હજાર ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન લૂંટારૂ ઓ અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલઠાણ હોસ્પિટલ નજીક હાઇવે પાસે થી ચાર જેટલા ઈસમો ને કડોદરા પોલીસને ઝડપી પાડ્યા હતા. ચારેય ઈસમો ની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ ૧૧મી મેના રોજ કરેલ લૂંટની પણ કબૂલાત કરી લીધી હતી. તેઓ પાસેથી પોલીસે ચાર બાઈક 11 જેટલા મોબાઈલ મળી 3.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા કડોદરા, સુરત શહેર ના વરાછા તેમજ ઓલપાડ પોલીસ પોલીસ માં નોંધાયેલ બે ગુના મળી કુલ ચાર જેટલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. ચાર આરોપી પેકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ મહોલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંગ તેમજ કામરેજ ની શીવ આવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશીકર શર્મા બંને સામે સુરત શહેર ના વરાછા તેમજ સરથાણા પોલીસ મથક માં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓનો નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement