
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે.ત્યારે આજરોજ વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. ઉત્તર ગુજરાતથી મુસાફરો ભરી લક્ઝરી બસ સુરત તરફ આવી રહી હતી તે દરમિયાન ધોરણ પારડી નજીક હાઇવે પર ઉભેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.જેને લઇને લક્ઝરી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.અકસ્માતના બનાવો ને પગલે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી.અને લક્ઝરી બસના ચાલક સહિતના ઈજાગ્રસ્તોને તુરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.યુદ્ધના ધોરણે અકસ્માત ગ્રસ્ત વાહનો સાઈડ ખસેડી હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો.સમયસર સ્થળ પર પહોંચેલ જિલ્લા ટ્રાફિક પોલીસને કારણે વધુ એકવાર નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થતા અટક્યો હતો.


રિપોર્ટર : મુકેશ રાજપૂત
