
01

વડગામ વિધાનસભા બેઠક પરથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉભા રહ્યા હતા અને તેઓ જીતી ગયા છે. દલિત યુવા નેતા તરીકે પ્રખ્યાત થયેલા જિગ્નેશ મેવાણી 2017માં અપક્ષ ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. આમ, પ્રોફેશનલ રીતે તેઓ વકીલ છે અને સામાજિક અને રાજનૈતિક કાર્યકર્તા તરીકે પણ ઊભરી આવ્યા છે. આ વખતે તેમની સામે આપની ટક્કર વચ્ચે મુસ્લિમ અને દલિત વોટબેન્ક ટકાવી રાખવાની ચિંતા છે. તેમનો મુકાબલો ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયા સાથે હતો.


