
આજ રોજ કામરેજ તાલુકાના વિવિધ ગામો મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . આંગણવાડી અને પ્રાથમિક શાળા મા પ્રવેશ મેળવેલા ભુલકા ઓ નુ સન્માન કરવામાં આવ્યું હતુ.


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ચોવીસ ની આજે કામરેજ ની વિવિધ શાળા ઓ મા ઉજવણી કરવામાં આવી હતી . જેના ભાગ રૂપે આજ રોજ વલણ પરબ ગામ અને ઉંભેડ ગામ પ્રાથમિક શાળા ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ મા આંગણવાડી થતા પ્રાથમિક શાળા મા પ્રવેશ મેળવનાર બાળકો નુ સન્માન કરવામા આવ્યુ હતુ સાથે સાથે તેમને શિક્ષણ કાર્યમાં કામ લાગે તે માટે કીટ નુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત મહાનુભાવો એ શાબ્દિક પ્રવચન કરી બાળકો ને શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવા ની પ્રેરણા આપી અને ઉજવણ ભવિષ્ય માટે શુભકામના ઓ પાઠવી હતી. આ પ્રસંગે કામરેજ જીલ્લા પંચાયત ના સદસ્ય સુમનબેન રાઠોડ સહીત ગામના અગ્રણી ઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ :- સુમનબેન રાઠોડ ( જી. પ. સભ્ય )
મુકેશ રાજપુત
કામરેજ
