
સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરતા બારડોલી નાગરિક બેંક દ્વારા સહકારીતા સંમેલન યોજાયુ
બારડોલીના તાજપર મુકામે પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના સભાગૃહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેરામણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સહકાર ભારતી સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથ ઠાકુર, ઉદ્ઘાટક સતીશ મરાઠે (ડાયરેક્ટર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) સહકાર ભારતી ના રાષ્ટ્રીય મહામંત્રી સંજય પાંચપોર, પીઢ અગ્રણી ભીખા ઝવેર પટેલ વગેરેની ઉપસ્થિતિને આવકારતા બેંકના ચેરમેન ગૌતમ વ્યાસે તમામનું સ્વાગત કરતા બેંકના કાર્યકાળ ના વર્ષોના લેખા જોખા કરવા સાથે બેંકની કાર્યપદ્ધતિ અને શાખાઓનો સૂકો પરિચય આપ્યો હતો. તેમણે બેંકના પારદર્શક વહીવટ અને કામગીરી ઉપર ગર્વ હોવાનું જણાવ્યું હતું. સહકારીતા નું મહત્વ સમજાવી તેમણે શુદ્ધતા સાથે રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા જણાવ્યું હતું.


સમારંભ ના ઉદ્ઘાટક અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર સતીશ મરાઠે એ આવનારા વર્ષોમાં સહકારી બેંકો નું મહત્વ વધુ રહેશે મુજબ જણાવી રાષ્ટ્રના જીડીપી, ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર એક્સપોર્ટ, ઇન્ડસ્ટ્રીઓની કેપેસિટી યુટીલાઈઝેશન નો વધારો, ડિપોઝિટ ગ્રોથ, ક્રેડિટ ગ્રોથ, કલીયરિંગ રેશિયો અને ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ ની છણાવટ કરતા ભારતીય અર્થ વ્યવસ્થા ની વાતો સમજાવી હતી. આરબીઆઈ ની નવી ગાઈડલાઈન મુજબ આવનારા દિવસો અર્બન બેંકના રહેશે નું જણાવી ભવિષ્યમાં ડીજીટલાઇઝેશન વચ્ચે અને ઓનલાઇન ટ્રાન્જેક્શનનો પણ વધશે મુજબ જણાવ્યું હતું. ટેકનોલોજી બાબતે ભારત વિકાસશીલ દેશો કરતા ઘણું આગળ હોવાનું જણાવ્યું હતું. સહકાર ભારતી ના રાષ્ટ્રીય મહામંત્રી સંજય પંચપોરે બેંકના પ્રયાસો બિરદાવતા શુભકામનાઓ આપી હતી અને અમીરી ગરીબી નો ગેપ સંતુલિત કરવાનું માધ્યમ સહકારિતા જણાવી હતી. અંબરેલા ફાઉન્ડેશન અને નાફકેબના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતા (મામા) એ ભારત સહિત દક્ષિણ ગુજરાત બેન્કિંગ ક્ષેત્રના નેટ પર્ફોર્મિંગ એસેટ ને સમીક્ષા કરતા બારડોલી નાગરિક બેંકનું એનપીએ તેની સધ્ધરતા દર્શાવી રહી છે મુજબ જણાવ્યું હતું. તેમણે બેંકની વ્યવસ્થાપક સમિતિ તથા કર્મચારીઓની પ્રમાણિકતા, નિષ્ઠા અને ઇન્ટીગ્રિટી ના વખાણ કર્યા હતા.
