Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ઉમરપાડાના ઉચવાણ ગામે ડબલ મર્ડર બાદ કબ્રસ્તાનમાં દાટી દેવાની ઘટનામાં પોલીસે 3 ની અટક કરી : હત્યા કરનાર મુખ્ય 2 આરોપીઓ ફરાર…

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.કબ્રસ્તાનની રખવાળી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો. તેણે જમીન પર લીસોટા જોઇ કઈ અજગતું થયું હોવાની શંકા સાથે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર મળી હતી. શંકા આધારે ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી.કબરમાં એક સાથે બે મૃતદેહ જોતા પોલીસ પણ ચોંકી ગઈ અને બન્ને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા બન્નેના ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા જોવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બન્નેના મૃતદેહની તપાસ કરાતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેના ઘરના સભ્યનો મોબાઈલ નબર હતો.જેથી પોલીસે તેઓનો સંપર્ક કરતા પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા.અને બન્નેની ઓળખ કરી હતી.જેમાં એકનું નામ બિલાલ સૈયદ અને બીજાનું નામ અજરૃદ્દીન શેખ હોવાનું જાણવા મળ્યું હતું.સગા સબંધીઓની પૂછપરછ કરતા આ બન્ને અફઝલ નામના ઇસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે અફઝલ ની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો.પરંતુ પોલીસે શંકાના આધારે અફઝલ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના સૌથી વધુ વાતચીત જે નબર પર થઈ હતી.એ મોબાઈલ નબર તપાસ કરતા ખુર્શીદ સૈયદનો હતો.પોલીસે તુરત ખુર્શીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી પૂછપરછ કરતાં બિલાલ સૈયદને મારવા તેના સાળા અસ્લમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

16 લાખની સોપારી લેનાર અફઝલ શેખએ બિલાલને મારવા માટે અજરૂદ્દીન શેખ સાથે દોસ્તી કરી અને અજરૂદ્દીન મારફતે બિલાલના સંપર્કમાં આવી મિત્રતા કરી તેને ફરવા માટે ઉમરપાડાના ઉચવાણ ગામે લાવ્યો હતો.

જ્યાં ખંડેર હાલતમાં રહેલ ઓરડીમાં લઇ જઇ તિક્ષણ હથિયારથી ગળું કાપી બન્નેની ઘાતકી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ખુરશીદ, મોહમદ અને કૌશિક વસાવાની અટક કરી જ્યારે મુખ્ય હત્યારા આરોપી અફઝલ અને પ્રેગ્નેશ હજુ પોલીસ પકડથી દૂર છે.

 

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement