
પલસાણા


કડોદરા PEPL ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી GPCB ના પ્રાદેશિક અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી જતન કરવાના શપથ લીધા.
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ અને લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યા તેમજ પ્રદુષણથી માંડીને પર્યાવરણ માટે હાનિકારક એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ વર્ષની થીમ “જમીન પુનઃસ્થાપન નિર્જનીકરણ, અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા” ઉપર મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુવારના રોજ મોડી સાંજે
GPCB ના પ્રાદેશિક અધિકારી ડૉ. જિજ્ઞાશાબેન ઓઝા ની અધ્યક્ષતામાં કડોદરા PEPL ના વિશાળ કમ્પાઉન્ડમાં વિશ્વ પર્યાવરણનાં બીજા દિવસની સંઘ્યાએ ઉજવવામાં આવ્યો હતો જેમાં કંપનીના હોદ્દેદારો, સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં બે હજાર વૃક્ષ રોપવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ લોકોને વૃક્ષારોપણ કરવા પણ પ્રોત્સાહિત કરવા ઉપરાંત પર્યાવરણ ની જાળવણી માટેની સમજ આપી હતી
