
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારડોલી પાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું


દેશ ભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બારડોલી નગરપાલિકાની ટીમે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કર્યા હતા તેમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બારડોલી પાલિકાની ટીમે સ્વચ્છતાને ધ્યાને રાખી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગોનું વેચાણ કરતી દુકાનોમાં વિશ્વ પર્યાવરણ દિવસે ચેકીંગ હાથ ધર્યું હતું.
તે દરમ્યાન બારડોલી નગરની દુકાનોમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેવા દુકાનદારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
