
સુરત જિલ્લા એસોજી ઍ મહુવા થી ગેરકાયદેસર ગેસના બટલાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસોજી ઍ કરચેલિયા ગામે બે અલગ અલગ જગ્યાએથી 70 જેટલાં ગેસના બોટલો ઝડપી પાડી બે ઈસમો ની અટકાયત કરાઈ હતી. જોકે પરવાના વિના મોટા પ્રમાણ મળેલ જથ્થો કોની પાસે લેતા હતા એ તમામ બાબતો હજુ પોલીસ એ જાહેર નહીં કરતા પોલીસ ની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.


સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકા માં ગ્રામ્ય એસ ઓ જી એ રેડ કરી હતી. મહુવા તાલુકા ના કરચેલીયા વિસ્તાર માં કેટલાક ઈસમો પરવાના વિના ઘરેલું તેમજ વ્યવહારુ રાંધણ ગેસ નો બોટલો નો વેપલો કરી રહ્યા હોવાની પોલીસ ને બાતમી મળી હતી. જેથી સૌ પ્રથમ સુરત ગ્રામ્ય એસ ઓ જી એ કરચેલીયા ગામે બાવરી ફળિયા માં રહેતા અશોક ચુનીલાલ પટેલ ને ત્યાં છાપો મારી 36 જેટલા સિલિન્ડરો કબ્જે કરાયાં હતા. ત્યાર બાદ કરચેલીયા ગામે જ જૈન ફળિયા માં રહેતા પીનાકીન ધનસુખ ભાઈ પટેલ ના ત્યાં પણ છાપો મારી hpcl તેમજ bpcl ના 34 સિલિન્ડરો મળી આવ્યા હતાં . બંને જગ્યા એ થી કુલ 70 જેટલા સિલિન્ડરો પોલીસ એ જપ્ત કરી બંને ની અટકાયત પણ કરી હતી.
સુરત ગ્રામ્ય એસ ઓ જી એ કરચેલીયા મુકામે કરેલ છાપા મારી મા જ્યાં સિલિન્ડરો નો સંગ્રહ કરાયો હતો ત્યાં ફાયર ની પણ કોઈ સુવિધા ના હોવાનું સામે આવ્યું હતું. બંને ઈસમો કોઈ પણ જાત નો પરવાનો મેળવ્યા વગર સિલિન્ડરો નો ગેરકાયદે વેપલો કરતા હતા. તો તેઓ ને આ જથ્થો કોણ પૂરો પાડતું હતું તેમજ ક્યાં ક્યાં તેઓ સપ્લાય કરતા હતા એ વિગતો હજુ પોલીસ જાહેર નહીં કરતા પોલીસ ની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયાં છે.
