
સુરત જિલ્લાના પલસાણા પોલીસ એ લૂંટ અને હત્યાના ગુનામાં રીઢા આરોપીની પલસાણા પોલીસે ઝડપી પાડ્યો હતો.બગુમરા નજીકથી પસાર થતી નહેર પાસેથી પોલીસે ગુડ્ડુ કુમાર ભરતસિંહ રાજપૂતની ને ઝડપી પાડ્યો હતો. મોબાઈલ સ્નેચિંગ તેમજ મોબાઇલ ચોરીના છ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.


સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે થોડા દિવસો પહેલા જ મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરી ની અનેક ઘટનાઓ બની હતી. જેથી પલસાણા પોલીસ તપાસમાં હતી તે દરમિયાન મોબાઈલ સ્નેચિંગ તેમજ મોબાઇલ ચોરીનો રીઢો આરોપી પલસાણા તાલુકાના બગુમરા નજીક આવનાર હોવાની બાતમી મળતા પલસાણા પોલીસે ગુડ્ડુ કુમાર ભરતસિંગ રાજપુત ની અટકાયત કરી લીધી હતી. ચોરીના 21 મોબાઇલ ફોન એક બાઈક મળી 2.52 લાખનો મુદ્દામાંલ કબ્જે કર્યો હતો. આરોપી ગુડ્ડુ કુમાર રાજપુત નો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનુંપોલીસ તપાસ સમક્ષ બહાર આવ્યું હતું. સલાબતપુરા પોલીસ મથકમાં હત્યા ના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો. તેમજ ચોરી, લૂંટ અંગે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો. દિલ્હી ખાતે 42 લાખની લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલ પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગ તેમજ મોબાઇલ ચોરીના છ જેટલા ગુનાઓનો બે-ત્રણ ઉકેલાયો હતો. પકડાયેલા આરોપી પોતે અલગ અલગ વિસ્તારમાં નંબર વગરની બાઈક પર સાંજે ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરી ઘરે પરત પરથી વખતે રાહદારીઓના મોબાઇલ ફોનનું સ્નેચિંગ કરી લેતો હોવાનું પણ તરકીબ સામે આવી છે.
