Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત બ્રેકિંગ… પાવર ગ્રીડ કોર્પો. સામે સુ. જી. ખેડૂતો હવે લડત ના મૂડ માં… સુરત જિલ્લા ખેડૂત સમાજ ના નેજા હેઠળ બારડોલી ખાતે મળી બેઠક… ખેડૂતો ને બળજબરી કરી સર્વે કામગીરી કરાયાં નો ખેડૂતો માં રોષ… બુલેટ ટ્રેન , એક્સપ્રેસ હાઈ વે મુજબ સંપાદિત જમીન નું વળતર આપવા માંગ… સરકાર પણ યોગ્ય નિરાકરણ નહીં લાવે તો જી. કલેકટર કચેરી ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરાશે…

 

પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છ થી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે *દક્ષિણ ગુજરાત માં સુરત જિલ્લા માં ઠેર ઠેર વિરોધ શરૂ થયો* છે.

 

ગયા સપ્તાહ માં પણ સુરત જિલ્લા ના માંડવી, પલસાણા તાલુકા ના વિવિધ ગામો માં ખેડૂતો ની જમીન માંથી ખેડૂતો ને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જે લડત હવે ઉગ્ર બનતી હોય તેમ આજે *સુરત જિલ્લા ખેડૂત સમાજ ના નેજા હેઠળ બારડોલી ખાતે એક અગત્ય ની બેઠક મળી હતી*.

પાવર ગ્રીડ દ્વારા 765 કેવી ની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ના જુના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યા ની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતો એ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતો ની ફળદ્રુપ જમીન ને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકો ને જતાં નુકસાન ની ભીતિ પણ ના રહે .

*એક્સપ્રેસ હાઈ વે અને બુલતે ટ્રેઈન પ્રોજેકટ માં અપાયેલ વળતર મુજબ વળતર આપવા માંગ*

ખેડૂત સમાજ લડી લેવાના મૂડ માં છે. જે રીતે બુલેટ ટ્રેઈન અને એક્સપ્રેસ હાઈ વે માં જમીન સંપાદન કરેલ ખેડૂતો ને જે વળતર અપાયું એજ રીતે આ ખેડૂતો ને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકાર માં પણ અનેકવાર રજુઆત કરાઈ છે. જેથી વીજ લાઇન બાબતે સરકાર દ્વારા પણ ચિક્કાસ નીતિ નક્કી કરવા માંગ કરાઈ છે.

*પાવર ગ્રીડ કોર્પો. સામે ખેડૂતો લડત જલદ, ન્યાય નહીં તો કલેક્ટર કચેરી માં ટ્રેક્ટર રેલી યોજાશે*

આવનાર દિવસો માં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતો ની લડત ઉગ્ર બને અને આવનાર દિવસો માં સુરત જિલ્લા ના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ઘેરાવ કરવા બારડોલી ખાતે ની ખેડૂત સમાજ ની યોજાયેલ બેઠક માં નક્કી કરાયું હતું.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement