
બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી.


તાપી જિલ્લા ના બાજીપુરા ખાતેએસ એન્ડ આર વી પટેલ ની વિદ્યાર્થીની રાજ્ય કક્ષા એ શાળા નું નામ રોશન કરાયું હતુ. શાળા નો રાજ્ય કક્ષા એ પ્રથમ નંબર મેળવી શાળા નું ગૌરવ ધો 4 ની વિદ્યાર્થીની ઝીલ વિનોદભાઈ ચૌધરી એ વધાર્યું હતું. ખેલ મહા કુંભ ની રાજ્ય કક્ષા ની 30 મીટર દોડ ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઝીલ ચૌધરી એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. શાળા ના વ્યાયામ શિક્ષક અને કોચ રણજીતસિંહ . એ . ચાવડા તેમજ શાળા ના આચાર્ય , શાળા પરિવાર એ શુભેચ્છા પાઠવી હતી.
