
ભાવિક શાહ (સુરત બ્યુરો )


સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..?
વાહન ચાલકો જ્યારે પણ ઈ ચલણ કે અન્ય ચલનો ઓનલાઈન ભરતા હોય છે ત્યારે મશીન મોટે ભાગે ખોટકાઇ જતા હોય છે જેના કારણે સૌથી વધારે વરાછા ,કતારગામ ,સિંગણપોર ,ઉધના ,પૂર્ણ મોટા વરાછા અડાજણ વગેરે વિસ્તારમાં ટ્રાફિક કર્મચારી અને વાહન ચાલક વચ્ચે ઘણીવાર સંઘર્ષના સામનો થતો હોય છે ટ્રાફિક વિભાગ દ્વારા ડિજિટલ પેમેન્ટ મશીન નેટવર્ક ઇસ્યુ હોવાના લઈને ચાલતા નહીં હોવાનું જણાવી રહ્યા એસીપી વિમલ ગામીત.
સુરત શહેરમાં વાહન ચાલકોએ રોકડા રૂપિયાની જગ્યા google પે અથવા ક્રેડિટ કાર્ડ થી રૂપિયાનું ચુકવણી કરતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસને આપવામાં આવેલા મશીન ટેકનિકલ ઇસ્યુના કારણે પૈસા કપાતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ પાસે 100 જેટલા ડિજિટલ પેમેન્ટ કરતું મશીનો હોવાનું જાણવા મળ્યું હતું
સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાને ઉકેલ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહોલત દ્વારા નવા નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે જેથી કરીને સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સંચાલન થઈ શકે તેની સાથે હવે ઈચલન અને અન્ય ચલનો ડિજિટલ પેમેન્ટ થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 100 જેટલા ડિજિટલ પેમેન્ટના સ્ક્રેપ મશીન વસાવવામાં આવ્યા છે જેથી કરીને ઓનલાઇન વાહન ચાલકોના ચલન સાથે પૈસા ડિજિટલ અને કાર્ડ સિસ્ટમથી લેવામાં આવતા હોય છે પરંતુ સુરત શહેરમાં 100 જેટલા કાર્યરત મશીન હોવા છતાં પણ કેટલા મશીનો ટેકનિકલ ઇસ્યુના કારણે ખોટકાઈ જતા હોય છે ત્યારે વાહન ચાલકો અને ટ્રાફિક કર્મચારી સાથે કેટલીક જગ્યા પર સંઘર્ષ થતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેની પાછળ મશીન પૈસા લેતું આવવાના લઈને વાહન ચાલકોનો સમય પણ બગાડતા હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરતા દરમિયાન પણ આવી સમસ્યા ઊભી થતી હોય છે જેની પાછળ સુરત શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા મશીન ટેકનિકલ્સ ખામી ઊભી થતી હોય છે ત્યારે એક જ કારણ આપવામાં આવે છે નેટવર્ક ઇસ્યુ લઈને આ પ્રોબ્લેમ આવતા હોવાનું જણાવી રહ્યા છે પરંતુ ટ્રાફિક વિભાગના અગલ અલગ રીજીયન માં વરાછા ,કતારગામ ,સિંગણપોર ,ઉધના ,પૂર્ણ મોટા વરાછા અડાજણ વગેરે વિસ્તારમાં ફરજ બજાવતા સેમી સર્કલ ના કર્મચારી પાસે આ મશીન માં ઘણીવાર ટેકનિકલ ઇસ્યુના લઈને ઘણા વિવાદો પણ થયા છે ….?અને ટ્રાફિક્સ જામ ની સમસ્યા પણ સર્જાય છે તેની પાછળ મશીનની રક રખાવમાં બેદરકારી નું કારણ હોઈ શકે છે….? પોલીસ કમિશનર દ્વારા આ તમામ મશીનોને ટેકનિકલ ઇસ્યુની જાણકારી મેળવી ને શહેરના વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને ઉકેલ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે….? આ સમસ્યા બાબતે આગામી સમયમાં ફાળવવામાં આવેલા મશીન ટ્રાફિક વિભાગ દ્વારા યોગ્ય ચકાસણી કર્યા બાદ વાહન ચાલકોનો ઈ મેમો જનરેટ કરશે અને પૈસા લેવામાં આવશે ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતાબેન વનાણી એ જણાવ્યું હતું હાલમાં સમયે ઉનાળાની ભયંકર ગરમીની વચ્ચે વાહન ચાલકોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઊભા રાખવામાં આવે છે ત્યારે તે લોકોની હાલત પણ ભારે કફોડી થવા પામે છે અને તે સમયે મશીન બંધ હોય ત્યારે શું હાલત થતી હશે….?
